ગઢડા તાલુકા પંચાયત સદસ્ય પર ચૂંટણી બાદ હિચકારો હુમલો.
ગઢડા તાલુકા પંચાયત સદસ્ય પર ચૂંટણી બાદ હિચકારો હુમલો.
Published on: 09th May, 2026

ગઢડામાં ચૂંટણીના વેરઝેર શરુ. મોટા સખાપર ગામના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મકવાણા પર 7 લોકોએ બાઈક પર જતી વખતે હુમલો કર્યો. હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ.