અમદાવાદમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ, 5 જિલ્લાઓમાં યલો ઍલર્ટ
અમદાવાદમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ, 5 જિલ્લાઓમાં યલો ઍલર્ટ
Published on: 11th August, 2026

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી, વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું. પૂર્વ અમદાવાદના કઠવાડા, નિકોલ જેવા વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો. મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો. હવામાન વિભાગે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કર્યો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, પરંતુ ભારે વરસાદની સંભાવના ઓછી છે.