વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Published on: 31st August, 2026

દુલીપ ટ્રોફીના સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 1969 માં લક્ષ્મણ સિંહએ 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. વૈભવએ 81 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 92 રન બનાવ્યા, 92 રને આઉટ થયો. તેણે 42 બોલમાં ફિફ્ટી પૂરી કરી. આ તેની બીજી ફર્સ્ટ ક્લાસ અડધી સદી હતી.