યોમિફ કેજેલ્ચા: એથ્લેટિક્સ જગતના નવા સિમાડાઓ સર કરનાર ઇથોપિયન સ્ટાર
યોમિફ કેજેલ્ચા: એથ્લેટિક્સ જગતના નવા સિમાડાઓ સર કરનાર ઇથોપિયન સ્ટાર
Published on: 30th August, 2026

ઇથોપિયાના ૨૯ વર્ષીય એથ્લીટ યોમિફ કેજેલ્ચા, જેણે પોતાની અદભૂત પ્રતિભા અને અડગ સંકલ્પથી એથ્લેટિક્સ જગતમાં ધૂમ મચાવી છે. તાજેતરમાં બ્યુનોસ આયર્સ ખાતેની હાફ મેરેથોનમાં ૫૬ મિનિટ ૫૧ સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી તેણે જેકોબ કિપ્લિમોનો ૨૯ સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. કેનેનિસા બેકેલેથી પ્રેરિત યોમિફે ૧૦,૦૦૦ મીટર, ૩૦૦૦ મીટર અને ૫૦૦૦ મીટર જેવી વિવિધ દોડ સ્પર્ધાઓમાં પણ સિદ્ધિઓ હાંસલ કરી છે. ગરીબી અને મર્યાદિત સગવડોમાંથી આવીને પણ તેણે મક્કમતાથી પોતાનો માર્ગ બનાવ્યો છે, અને હવે તે મેરેથોન તથા ઓલિમ્પિક ચંદ્રક જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.