ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી
ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી
Published on: 31st August, 2026

ડેસર ખાતેની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં 'ખેલેગા ભારત, જીતેગા ભારત' થીમ સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. કુલપતિ ડૉ. મનીષ રાવલે ખેલાડીઓને દેશ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને ફિટનેસના બ્રાન્ડ એમ્બેસેડર બની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહન આપ્યું. આ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ડિરેક્ટર ડૉ. રણછોડ રથવી દ્વારા કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતા.