વડોદરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ-2026નો પ્રારંભ કરાવ્યો
વડોદરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ-2026નો પ્રારંભ કરાવ્યો
Published on: 10th October, 2026

વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખેલ મહાકુંભ-2026નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ખેલ મહાકુંભ-2025ના શ્રેષ્ઠ શાળાઓ, જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા. નોલેજ હાઇસ્કુલ નડિયાદ, મહેસાણા જિલ્લો અને સુરત મહાનગરપાલિકા ઓવરઓલ વિજેતા બન્યા. મુખ્યમંત્રીએ યુવાનોને સ્ક્રીન ટાઇમ અને નશાથી દૂર રહી રમતગમત અપનાવવા તથા ફિટ ઇન્ડિયા અભિયાનના દૂત બનવા આહવાન કર્યું. નાયબ મુખ્યમંત્રીએ રમતગમત વિભાગના બજેટમાં 4 ગણો વધારો અને શક્તિ દૂત યોજના હેઠળ ખેલાડીઓની સંખ્યા વધારવાની જાહેરાત કરી.