અમદાવાદના અમરાઈવાડીમાં મારામારી બાદ યુવકનું શંકાસ્પદ મોત
અમદાવાદના અમરાઈવાડીમાં મારામારી બાદ યુવકનું શંકાસ્પદ મોત
Published on: 10th October, 2026

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જાહેરમાં થયેલી બોલાચાલી અને મારામારી બાદ 24 વર્ષીય યુવક અક્ષયનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ગુરુવારે સાંજે મહાલક્ષ્મીનગર ચારમાળિયા ખાતે પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા અને તેના મિત્ર સાથે થયેલી ઝપાઝપીમાં અક્ષય નીચે પટકાયો હતો. શુક્રવારે વહેલી સવારે તેને લોહીની ઊલટીઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેનું મોત થયું. મૃતકની બહેનની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે બંને આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.