અંબાજી અને ચોટીલા મંદિરોમાં દર્શન-આરતી અને હવનના સમયમાં ફેરફાર
અંબાજી અને ચોટીલા મંદિરોમાં દર્શન-આરતી અને હવનના સમયમાં ફેરફાર
Published on: 10th October, 2026

આસો નવરાત્રિ 2026 નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને ચોટીલા ખાતે દર્શન, આરતી અને હવનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી ખાતે 11મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર સુધી સૂર્યોદય-સૂર્યાસ્તના ફેરફારને ધ્યાનમાં રાખી દર્શન-આરતીના સમય બદલાશે, જેમાં સવારની આરતી 7:30 અને સાંજે 6:30 વાગ્યે થશે. ઘટ સ્થાપન 11મી ઓક્ટોબરે થશે. ચોટીલા ખાતે પણ 11મીથી 19મી ઓક્ટોબર દરમિયાન આરતી, હવન અને ભોજન પ્રસાદીના સમય જાહેર કરાયા છે. પ્રથમ અને આઠમું નોરતું સવારે 4 વાગ્યે આરતીથી શરૂ થશે.