જામનગરની મહિલા પોલીસકર્મી સાથે રૂ.80,517ની સાયબર ઠગાઈ
જામનગરની મહિલા પોલીસકર્મી સાથે રૂ.80,517ની સાયબર ઠગાઈ
Published on: 10th October, 2026

જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલાં જામનગરના બેરાજા ગામના વતની 24 વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે સાયબર ઠગાઈ થઈ છે. અજાણ્યા શખ્સે એક્સિસ બેંક કર્મચારી તરીકે ઓળખ આપી, ક્રેડિટ કાર્ડના ચાર્જ રદ કરવાની લાલચ આપી OTP મેળવી લીધો હતો. ત્યારબાદ, 26 થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પાંચ વ્યવહારોમાં કુલ રૂ.80,517 ઉપાડી લેવાયા. મહિલા પોલીસકર્મીએ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ બાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.