નવરાત્રિ દરમિયાન 108 સેવા સ્ટેન્ડબાય, અકસ્માત અને મારામારીના કેસો માટે વિશેષ પ્લાન
નવરાત્રિ દરમિયાન 108 સેવા સ્ટેન્ડબાય, અકસ્માત અને મારામારીના કેસો માટે વિશેષ પ્લાન
Published on: 10th October, 2026

અમદાવાદ શહેરમાં નવરાત્રિ પર્વ દરમિયાન તબીબી આપાતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવા દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. મોડી રાત્રિના ગરબા, વાહનોની ભારે અવરજવર અને ભીડભાડને કારણે વ્હિકલ અને નોન-વ્હિકલ ટ્રોમા કેસોમાં વધારો થતો હોય છે. અગાઉના ડેટા મુજબ, નવરાત્રિ દરમિયાન રોજના 100થી વધુ અકસ્માતો અને મારામારીના કેસોમાં 10% થી વધુનો ઉછાળો નોંધાય છે. આ સ્થિતિને પહોંચી વળવા 108 સેવાને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય રખાઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે.