તિલક વર્માનો T20 ક્રિકેટમાં અનોખો રેકોર્ડ
તિલક વર્માનો T20 ક્રિકેટમાં અનોખો રેકોર્ડ
Published on: 10th October, 2026

ભારતીય T20 ટીમના ઉપ-કપ્તાન તિલક વર્માએ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી T20 મેચમાં 18 બોલમાં અણનમ 44 રન બનાવી પોતાની T20 કારકિર્દીના 5,000 રન પૂર્ણ કર્યા. 174 મેચોમાં આ સિદ્ધિ મેળવી તેમણે 40થી વધુની બેટિંગ સરેરાશ અને 140થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે આ માઇલસ્ટોન પાર કરનાર પ્રથમ બેટ્સમેન બનવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો. વર્ષ 2026માં ડેથ ઓવર્સમાં તેમનો સ્ટ્રાઇક રેટ 232.58 રહ્યો હતો, જે તેમની આક્રમક બેટિંગ ક્ષમતા દર્શાવે છે.