નવરાત્રિ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 22,000+ સ્થળો પર કડક બંદોબસ્ત
નવરાત્રિ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 22,000+ સ્થળો પર કડક બંદોબસ્ત
Published on: 10th October, 2026

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ નિમિત્તે ગુજરાત પોલીસ રાજ્યભરમાં ખેલૈયાઓ, ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ડ અને 'શી ટીમ' સહિત 22,000 થી વધુ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આશરે 730 મહત્વના સ્થળોએ 'શી ટીમ' સાદા કપડાંમાં તૈનાત રહેશે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખશે. સુરક્ષા માટે CCTV, બોડી-વોર્ન કેમેરા અને હેલ્પલાઇન નંબરોનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી નાગરિકો નિર્ભય બનીને ઉત્સવની ઉજવણી કરી શકે.