વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ખરાબ ટ્રેકને કારણે ખેલ મહાકુંભનું સ્થળ બદલાયું.
વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ખરાબ ટ્રેકને કારણે ખેલ મહાકુંભનું સ્થળ બદલાયું.
Published on: 29th September, 2026

માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સના દોડવાના ટ્રેકની દયનીય હાલત અને સમારકામનો અભાવ ખેલાડીઓની સુરક્ષા માટે જોખમી બન્યો છે. આથી, ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધાઓ લાલબાગ સ્થિત પોલીસ તાલીમ શાળા (PTS)ના મેદાનમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. વિવિધ રમતો સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ એથ્લેટિક્સ માટે માંજલપુરની જગ્યાએ PTS મેદાન પસંદ કરાયું છે. વાલીઓની ફરિયાદ અને Sports Authority દ્વારા રજૂઆતો છતાં ટ્રેકની સ્થિતિ યથાવત રહી હતી, જેના કારણે આ બદલાવ આવ્યો છે.