2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે; પાકિસ્તાન આવે તો ફાઈનલ કોલંબોમાં રમાશે.
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે; પાકિસ્તાન આવે તો ફાઈનલ કોલંબોમાં રમાશે.
Published on: 09th September, 2025

2026નો મેન્સ T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. ફાઈનલ મેચ અમદાવાદ અથવા કોલંબોમાં રમાઈ શકે છે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે, તો મેચ શ્રીલંકામાં યોજાશે. અત્યાર સુધીમાં 15 ટીમ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે જેમાં યજમાન ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. 2026માં ભારતમાં ન્યૂઝીલેન્ડની ODI અને T20 સિરીઝ પણ રમાશે તથા WPL અને IPL પણ યોજાશે.