બ્રાઝિલના ફેન્સને મોટો ઝટકો: નેયમાર ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
બ્રાઝિલના ફેન્સને મોટો ઝટકો: નેયમાર ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
Published on: 17th June, 2026

Brazil Neymar Jr Might Not Play: ફિફા વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત વચ્ચે બ્રાઝિલના ફૂટબોલ ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર જુનિયરની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું છે. લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ્સ અને તપાસ બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેયમાર 2026 ફિફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈજાના કારણે જ નેયમાર બ્રાઝિલની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પણ રમી શક્યો નહોતો.કાફની ઈજામાંથી સાજા થવામાં લાગી રહ્યો છે સમય