ભરૂચમાં વિકસિત ભારત અભિયાન હેઠળ ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
ભરૂચમાં વિકસિત ભારત અભિયાન હેઠળ ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
Published on: 22nd September, 2026

ભરૂચમાં વિકસિત ભારત 2047 અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન-2026 માટે ડો.ગંગુબેન હડકર હાઈસ્કુલ ખાતે ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સર્જનાત્મક જાગૃતિ અને રાષ્ટ્રનિર્માણની ભાવના કેળવવાનો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા અને વિચારોનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધામાં શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.