બોટાદના કેશવપાર્કમાં જુગારધામ પર LCBનો દરોડો
બોટાદના કેશવપાર્કમાં જુગારધામ પર LCBનો દરોડો
Published on: 22nd September, 2026

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવપાર્ક (બ) વિસ્તારમાં LCB પોલીસે મોડી રાત્રે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૯ ઈસમોને પોલીસે રોકડા ₹૧,૫૬,૯૭૦ ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ અને ગંજીપાના કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.