બોટાદના સમઢીયાળામાં દુર્ઘટના
બોટાદના સમઢીયાળામાં દુર્ઘટના
Published on: 22nd September, 2026

બોટાદના સમઢીયાળા નં-૦૧ ગામે ખેતીકામ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ૬૭ વર્ષીય ખેડૂત કનૈયાલાલ સાબવા પોતાના લીંબુડીની વાડીમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે ધોરિયા પાસે ટાયર ખાબકતા ટ્રેક્ટર ઊંધુ પડ્યું. આ ઘટનામાં તેઓ ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે બોટાદ જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.