માધાપરના નાના યક્ષ દાદાનો ત્રિ-દિવસીય મેળો સંપન્ન, 80 હજાર લોકો ઉમટ્યા
માધાપરના નાના યક્ષ દાદાનો ત્રિ-દિવસીય મેળો સંપન્ન, 80 હજાર લોકો ઉમટ્યા
Published on: 22nd September, 2026

ભુજ તાલુકાના માધાપર ગામે યોજાયેલો નાના યક્ષ દાદાનો ત્રણ દિવસીય લોકમેળો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ મેળામાં સમગ્ર કચ્છ, મુંબઈ સહિત દેશભરમાંથી અંદાજે 70 થી 80 હજાર ભક્તો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી. કલેક્ટર અનિલ રાણાવાસીયા અને એસ.પી. વિકાસ સુંડાએ મેળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને વૃક્ષારોપણ પણ કર્યું. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક છાશ-પાણીની વ્યવસ્થા અને પેડીનું પણ આયોજન કરાયું હતું, જે સફળ રહ્યું.