ભાવનગર શહેરમાં ઈદ-એ-મિલાદ જુલુસને કારણે માર્ગો એકમાર્ગીય કરાયા
ભાવનગર શહેરમાં ઈદ-એ-મિલાદ જુલુસને કારણે માર્ગો એકમાર્ગીય કરાયા
Published on: 26th August, 2026

ભાવનગર શહેરમાં ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે યોજાનાર જુલુસને કારણે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે કેટલાક માર્ગોને એકમાર્ગીય જાહેર કરાયા છે. આ જાહેરનામું તારીખ ૨૬મીના રોજ સવારે ૮ થી બપોર ૩ વાગ્યા સુધી અમલમાં રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામાનો હેતુ વાહન વ્યવહાર સરળ બનાવવાનો છે. જોકે, આવશ્યક સેવાઓ, પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.