મહેસાણાના બોરીયાવીમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી
મહેસાણાના બોરીયાવીમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી
Published on: 12th September, 2026

મહેસાણાના બોરીયાવી ગામે પ્રાચીન મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા ધામધુમથી નીકળી હતી, જેમાં ગામના હજારો આબાલવૃદ્ધ ઉત્સાહભેર જોડાયા હતા. શ્રાવણ માસની અમાસના દિવસે શિવાલયોમાં વિશેષ પૂજા-અર્ચના અને હોમ-હવન યોજાયા હતા. એક ટાણું અને ઉપવાસ કરનાર ભક્તોએ પારણા કર્યા હતા, જ્યારે કેટલાક શિવભક્તોએ કન્યાઓને જમાડી અને બ્રહ્મભોજન કરાવ્યું. આ પ્રસંગે સોમનાથ, ભીમનાથ, કલ્યાણેશ્વર, નિલકંઠ, મસીયા, વાલ્કેશ્વર મહાદેવ જેવા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બોરીયાવીમાં સાંજે 551 દીવડાની આરતીનું પણ આયોજન કરાયું હતું.