પાટણ જિલ્લામાં 24 કલાકમાં 4 અકસ્માત
પાટણ જિલ્લામાં 24 કલાકમાં 4 અકસ્માત
Published on: 12th September, 2026

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા 4 ગમખ્વાર અકસ્માતોમાં 4 યુવકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાઓ દુનાવાડા, ખાનપુરડા, પાલડી અને સિદ્ધપુર નજીક બની હતી. મૃતકોની ઉંમર 20 થી 27 વર્ષની વચ્ચે હતી. આ ઘટનાઓએ સમગ્ર જિલ્લામાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે. ખેતરે જતાં યુવક, મામાના ઘરેથી પરત આવતા યુવક, પેટ્રોલ પુરાવી બહાર નીકળતા યુવક અને પાર્ક કરેલા ટ્રક સાથે બાઈક અથડાતાં યુવકના મોત થયાં છે.