હિંમતનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી કરાઈ.
હિંમતનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી કરાઈ.
Published on: 21st March, 2026

હિંમતનગરમાં સિંધી સમાજે ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ નિમિત્તે ચેટીચાંદ પર્વની ઉજવણી કરી. ઢોલ-ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ, જેમાં આકર્ષક ટેબ્લોએ ધ્યાન ખેંચ્યું. સવારે અભિષેક અને ધ્વજારોહણ બાદ રથયાત્રા નીકળી. હનુમાનજી અને શ્રીરામની પ્રતિકૃતિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી અને ભાટવાસના ગુરુદ્વારા ખાતે સમાપ્ત થઈ.