ડભોઇના હરિહર આશ્રામમાં શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ પાઠનું ભવ્ય આયોજન
ડભોઇના હરિહર આશ્રામમાં શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ પાઠનું ભવ્ય આયોજન
Published on: 22nd August, 2026

ડભોઇ નાંદોદી ભાગોળ પોલીસ ચોકી પાછળ સ્થિત હરિહર આશ્રામ ખાતે પૂ. વિજયજી મહારાજની અધ્યક્ષતામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ પાઠનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન શિવને પ્રસન્ન કરવા શ્રીરામની કથા અત્યંત મહત્વપૂર્ણ છે. આ ૨૭ કલાક ચાલતો અખંડ પાઠ જગત કલ્યાણ, પરિવારમાં સુખ-શાંતિ, દેશમાંથી ભેદભાવ દૂર થાય અને લોકો પ્રેમભાવથી રહે તેવા ઉમદા હેતુથી યોજાયો છે. નવનાથ કાવડ યાત્રા બાદ ભંડારાનું આયોજન કરાયું, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.