ડાકોર નગરપાલિકાના વિકાસ કામોમાં ગેરરીતિની ફરિયાદો: સ્થાનિકો અને યાત્રાળુઓ પરેશાન.
ડાકોર નગરપાલિકાના વિકાસ કામોમાં ગેરરીતિની ફરિયાદો: સ્થાનિકો અને યાત્રાળુઓ પરેશાન.
Published on: 12th February, 2026

ડાકોરમાં નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ચાર મહિનાથી રસ્તાઓ ખોદી નાખ્યા છે અને ગટરની કામગીરી નબળી હોવાથી 2000થી વધુ મકાનોના રહીશો પરેશાન છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે 'પત્રમ્પુષ્પમ્'નો વહેવાર ચાલતો હોવાના આક્ષેપોથી સ્થાનિકોમાં ઉશ્કેરાટ છે. Chief Officer, Engineer ની બેજવાબદારીના આક્ષેપો થયા છે.