મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની SPECIAL ટ્રેનો: રાજકોટ, ભાવનગર, ગાંધીગ્રામ અને જૂનાગઢથી ચાર જોડી ટ્રેનો દોડશે.
મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની SPECIAL ટ્રેનો: રાજકોટ, ભાવનગર, ગાંધીગ્રામ અને જૂનાગઢથી ચાર જોડી ટ્રેનો દોડશે.
Published on: 12th February, 2026

પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓની સુવિધા માટે SPECIAL ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં સોમનાથ જનારા યાત્રાળુઓને ધ્યાનમાં રાખી 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ચાર જોડી “મહાશિવરાત્રિ મેળા SPECIAL” ટ્રેનો દોડશે. આ ટ્રેનોમાં રાજકોટ-વેરાવળ-રાજકોટ (09513/09514), ભાવનગર-વેરાવળ-ભાવનગર (09581/09582), વેરાવળ-ગાંધીગ્રામ-વેરાવળ (09584/09583) અને વેરાવળ-જૂનાગઢ-વેરાવળ (09591/09592) ટ્રેનો દોડશે.