રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક, પાટણ-સિદ્ધપુરમાં પ્રાંત અધિકારીઓ કાર્યભાર સંભાળશે, મુદત પૂર્ણ થતા નિર્ણય.
રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક, પાટણ-સિદ્ધપુરમાં પ્રાંત અધિકારીઓ કાર્યભાર સંભાળશે, મુદત પૂર્ણ થતા નિર્ણય.
Published on: 10th March, 2026

ગુજરાત સરકારે 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરી. પાટણ અને સિદ્ધપુરમાં પ્રાંત અધિકારીઓને જવાબદારી સોંપાઇ. Gujarat નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-8 હેઠળ આ નિર્ણય લેવાયો. ચૂંટણી બાદ નવી સમિતિ રચાય ત્યાં સુધી વહીવટ સુચારુ રાખવા નિમણૂક કરાઇ. વહીવટદારો નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકે.