બગવદર પોલીસે જુગાર રમતા 5 ઝડપ્યા, 2 ફરાર:પોરબંદરમાં કુલ 7 સામે ગુનો દાખલ, રોકડ જપ્ત
બગવદર પોલીસે જુગાર રમતા 5 ઝડપ્યા, 2 ફરાર:પોરબંદરમાં કુલ 7 સામે ગુનો દાખલ, રોકડ જપ્ત
Published on: 10th March, 2026

પોરબંદરના બગવદર પોલીસે આંબારામા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી ₹૧૬,૩૫૦ની રોકડ જપ્ત કરી કુલ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની વિશેષ ડ્રાઇવ અંતર્ગત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.