વડોદરા: નબળી કામગીરી બદલ પાંચ TDO અને 100 તલાટીનો પગાર રોકાયો.
વડોદરા: નબળી કામગીરી બદલ પાંચ TDO અને 100 તલાટીનો પગાર રોકાયો.
Published on: 10th March, 2026

નાણાકીય વર્ષ 2025-26ની પૂર્ણાહૂતિ ટાણે, પંચાયત વેરો વસૂલવામાં નબળી કામગીરી બદલ DDO મમતા હિરપરાએ પાંચ TDO અને 100 તલાટીનો માર્ચ મહિનાનો પગાર રોક્યો. 84 કરોડના ટાર્ગેટ સામે માત્ર 38 કરોડની વસૂલાત થતા આ કાર્યવાહી કરાઈ. નોટિસ આપ્યા છતાં કામગીરી ન થતા DDOએ આ આદેશ કર્યો. આ કાર્યવાહી સરકારી કર્મચારીઓમાં દાખલો બેસાડવા માટે કરવામાં આવી છે.