નવસારી મનપા વોર્ડ 12: ભાજપ માટે ગઢ સાચવવો પડકાર.
નવસારી મનપા વોર્ડ 12: ભાજપ માટે ગઢ સાચવવો પડકાર.
Published on: 08th April, 2026

નવસારી મનપાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. એપ્રિલની ગરમીમાં ચૂંટણીનો પારો આસમાને છે. વોર્ડ 12માં ભાજપનો ગઢ સાચવવો પડકારજનક છે. આ ‘VIP’ વોર્ડમાં શિક્ષિત મતદારો, વિકાસ, સુવિધા અને સમસ્યાઓ ઉમેદવારનું ભાવી નક્કી કરશે. ભૂતકાળમાં આ વોર્ડમાંથી ત્રણ પ્રમુખો મળ્યા છે અને પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ અહીંના મતદાર છે. મતદારો પરિણામ ઈચ્છે છે, વાયદા નહીં. ટ્રાફિક, ડ્રેનેજ અને આયોજનબદ્ધ વિકાસ મુખ્ય મુદ્દા છે.