નકલી ઓર્ડરથી છેતરપિંડી કરનાર નિવૃત્ત IPSના પુત્રને 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.
નકલી ઓર્ડરથી છેતરપિંડી કરનાર નિવૃત્ત IPSના પુત્રને 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.
Published on: 08th April, 2026

ગુજરાત હાઈકોર્ટના નામે નકલી સ્ટે ઓર્ડર બનાવી 5 લાખની છેતરપિંડી આચરનાર નીરવ જેબલિયાને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી. નીરવે દિનેશભાઈ પાસેથી વકીલની ફીના નામે 5 લાખ રૂપિયા પડાવ્યા અને હાઈકોર્ટના નકલી લોગો અને સિક્કાવાળા ઓર્ડર મોકલ્યા હતા. વેબસાઈટ પર તપાસ કરતા ઓર્ડર નકલી હોવાનું બહાર આવ્યું હતું. એડવોકેટ જયેન્દ્ર અભવેકરે 150 પાનાની લેખિત દલીલો રજૂ કરી હતી. આરોપી સામે આવા જ અન્ય કેસો પણ છે.