નવસારી LCBના PSI એમ.બી. ગામીત અને ટીમને 'E-COP ઓફ ધ મંથ' એવોર્ડ મળ્યો
નવસારી LCBના PSI એમ.બી. ગામીત અને ટીમને 'E-COP ઓફ ધ મંથ' એવોર્ડ મળ્યો
Published on: 12th October, 2026

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના PSI એમ.બી. ગામીત અને તેમની ટીમને જુલાઈ-2026 માટે 'E-COP ઓફ ધ મંથ' એવોર્ડ એનાયત કરાયો છે. પોલીસ મહાનિર્દેશકના હસ્તે અપાયેલો આ એવોર્ડ નવસારી પોલીસ માટે રાજ્યસ્તરે બીજી વખત આવ્યો છે. E-COP એપ્લિકેશન અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને ગુનાખોરી ડામવામાં ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. PSI ગામીતના નેતૃત્વ હેઠળ LCB સ્ટાફે સંકલન સાધી સરાહનીય કામગીરી કરી, જેના માટે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ અને નાગરિકોએ શુભેચ્છાઓ પાઠવી છે.