ડભોઇ-વેગા ઓવરબ્રિજ પર ઝાડી-ઝાંખરાથી અકસ્માતનો ભય
ડભોઇ-વેગા ઓવરબ્રિજ પર ઝાડી-ઝાંખરાથી અકસ્માતનો ભય
Published on: 26th July, 2026

ડભોઇ-બોડેલી રોડ પર વેગા ઓવરબ્રિજ પરથી ઉતરતા રેલિંગની આસપાસ ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં સામેથી આવતા વાહનોને સ્પષ્ટ જોવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. સ્ટેટ હાઈવે વિભાગની બેદરકારી અને લાપરવાહીને કારણે હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુખ્ય સ્ટેટ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે. બ્લાઈન્ડ સ્પોટને કારણે વાહનચાલકોને મોટી દુર્ઘટનાનો ડર રહે છે. સ્થાનિકો અને વાહનચાલકો તાત્કાલિક સફાઈની માંગ કરી રહ્યા છે.