વડોદરા કોર્પોરેશનમાં કરાર આધારિત ભરતીનો નિર્ણય વિવાદમાં
વડોદરા કોર્પોરેશનમાં કરાર આધારિત ભરતીનો નિર્ણય વિવાદમાં
Published on: 07th August, 2026

વડોદરા મહાનગર પાલિકામાં કાયમી ભરતી કરવાને બદલે ફરી કરાર આધારિત ભરતીનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવાયો છે. સ્થાયી સમિતિની બેઠકમાં 11 મહિનાના કરાર પર 190 વર્ગ-2 અને વર્ગ-3ના ટેકનિકલ કર્મચારીઓની ભરતી અંગેની દરખાસ્ત રજૂ કરાઈ છે. જોકે, કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે આ દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં લાયકાત, વેતન અને સેવા શરતો નક્કી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. આ પગલાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા નબળી પડતી હોવાનો આક્ષેપ છે.