છોટા ઉદેપુર AAP જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવાની ધરપકડ
છોટા ઉદેપુર AAP જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવાની ધરપકડ
Published on: 20th June, 2026

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટી (AAP) ના જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવાની પોલીસે ધરપકડ કરી છે. AAP ના છોટાઉદેપુર તાલુકા પ્રમુખે પોતાની જ પાર્ટીના સભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, રાજેશ રાઠવાએ તાલુકા પ્રમુખની કારને બે ગાડીઓ વડે ટક્કર મારી જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે રાજેશ રાઠવાને ઝડપી પાડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.