અમરેલીના ભાજપ નેતાનો CMને પત્ર, 'દારૂબંધીના અમલની મજાક ઉડાવે છે ખાલી પોટલીઓ'
અમરેલીના ભાજપ નેતાનો CMને પત્ર, 'દારૂબંધીના અમલની મજાક ઉડાવે છે ખાલી પોટલીઓ'
Published on: 22nd August, 2026

અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં ગેરકાયદે રેતી ખનન અને દારૂના ખુલ્લેઆમ વેચાણ અંગે ભાજપના પૂર્વ સભ્ય વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની કડક સૂચનાઓ છતાં 37 ગામોમાં દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો અને કોથળીઓના ઢગલા રાજ્યની દારૂબંધીના અમલની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે SP સંજય ખરાતની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.