એસેટ મેનેજમેન્ટ કંપનીએ પરિણામો સાથે જાહેર કર્યું ડિવિડન્ડ, રોકાણકારોને 1 શેર પર મળશે 40 રૂપિયા
એસેટ મેનેજમેન્ટ કંપનીએ પરિણામો સાથે જાહેર કર્યું ડિવિડન્ડ, રોકાણકારોને 1 શેર પર મળશે 40 રૂપિયા
Published on: 24th April, 2026

એસેટ મેનેજમેન્ટ સેક્ટરની મુખ્ય કંપની UTI Asset Management Companyએ કારોબારી વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. આ ક્વાર્ટરમાં કંપનીના નફામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જોકે કમાણીમાં સામાન્ય વૃદ્ધિ નોંધવામાં આવી છે. Q4માં તેનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 124 કરોડથી ઘટીને 33.7 કરોડ થઈ ગયો, જ્યારે, કંપનીની કૂલ કમાણી 316.9 કરોડથી વધીને 317 કરોડ થઈ ગઈ છે. UTI AMCના બોર્ડે રોકાણકારોને રાહત આપતા કારોબારી વર્ષ 31 માર્ચ 2026ના રોજ 40 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.