કરોડપતિ બનાવશે PPFમાં રોકાણ કરવાની 15+5+5 ફોર્મ્યુલા: વ્યાજથી દર મહિને ₹ 61 હજારની કમાણી પણ થશે, સમજો સંપૂર્ણ ગણિત
Published on: 03rd July, 2025
સરકારે Q2FY26 માટે Small Saving Schemesના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિવૃત્તિ માટે PPF એક શાનદાર વિકલ્પ છે, જેમાં 15+5+5 વ્યૂહરચના સાથે 25 વર્ષમાં 1.03 કરોડનું ફંડ બનાવી શકાય છે, જેના વ્યાજથી દર મહિને 61 હજારનું પેન્શન મળી શકે છે. PPF એક વિશ્વસનીય અને સલામત રોકાણ યોજના છે, જેમાં 7.1% વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ થાય છે. આ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. 25 વર્ષ પૂર્ણ થયા પછી, 1.03 કરોડના ફંડ પર 7.1% વાર્ષિક વ્યાજ મળી શકે છે, એટલે કે દર મહિને લગભગ 60,941 રૂપિયાની આવક થઈ શકે છે.