PAN, પેટ્રોલ અને HRA સહિતના નિયમો 1 એપ્રિલથી બદલાશે, જે તમારા ખિસ્સા પર અસર કરશે.
PAN, પેટ્રોલ અને HRA સહિતના નિયમો 1 એપ્રિલથી બદલાશે, જે તમારા ખિસ્સા પર અસર કરશે.
Published on: 23rd March, 2026

1 એપ્રિલ 2026થી ટેક્સ, બેન્કિંગ અને જીવનને સ્પર્શતા ફેરફારો થશે. પગારદાર કર્મચારીઓ અને taxpayersના ખિસ્સા પર અસર થશે. Income Taxના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરા અધિનિયમ 2025 લાગુ થશે, જેનો હેતુ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતા હોવ, તો મકાનમાલિકનો PAN નંબર આપવો ફરજિયાત છે. એટલું જ નહીં, નવા 'ફોર્મ 124' મુજબ તમારે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે મકાનમાલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં.