મણિનગર સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી: 60 વિદ્યાર્થીઓએ શિક્ષક બની 3 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા.
મણિનગર સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી: 60 વિદ્યાર્થીઓએ શિક્ષક બની 3 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા.
Published on: 05th September, 2025

મણિનગર શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં Dr. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે કલ્ચરલ કમિટી દ્વારા શિક્ષક દિનની ઉજવણી થઈ. જેમાં 60 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી. વિદ્યાર્થીઓએ શિક્ષણ આપવાનો અનુભવ રજૂ કર્યો, જેમાં 3 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. Principal Dr. અલ્પેશ ઉપાધ્યાયે ભારતીય જ્ઞાન પરંપરાનું મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમનું આયોજન Prof. અનાર દેસાઈ, Dr. પલ્લવી ત્રિવેદી અને Dr. દક્ષા પ્રજાપતિએ કર્યું.