PM Modiએ ઝાલમુરી ખાધી..તે ભેળ કરતા કેટલી છે અલગ ?: પીએમ મોદીએ ઝાલમુરી ખાધી
PM મોદીએ ગાડી રોકાવીને દુકાનેથી ઝાલમુરી ખરીદીને ખાધી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝાલમુરી ભેળપુરી કરતા સ્વાદમાં પણ અલગ હોય છે. તેમાં ચટણીને બદલે સરસવના તેલ અને ખાસ શેકેલા મસાલાનો ઉપયોગ થાય છે. તેમાં કાચી કેરી, આદુ અને ફણગાવેલા ચણા ઉમેરીને તેને વધુ ચટાકેદાર બનાવવામાં આવે છે. 'ઝાલ' એટલે તીખું અને 'મુરી' એટલે મમરા.
PM Modiએ ઝાલમુરી ખાધી..તે ભેળ કરતા કેટલી છે અલગ ?: પીએમ મોદીએ ઝાલમુરી ખાધી
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
PM નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી, પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
દેશની સૌથી મોટી ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.
'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે લાખો બંગાળના શ્રમિકોની ઘરવાપસી
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે.
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
આસામમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ: જનજીવન અસ્તવ્યસ્ત.
વડેરામાં શિવ મહાપુરાણ કથા શરૂ: પોથીયાત્રામાં BJP-Congress ઉમેદવારો પણ જોડાયા.
અમરેલી પાસે વડેરા ગામે અક્ષય તૃતીયા પર શિવ મહાપુરાણ કથાનો આરંભ થયો. પોથીયાત્રામાં ગ્રામજનો ઉમટ્યા, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે BJP અને Congressના ઉમેદવારો જોડાયા. ભાજપના ડેની પરમાર અને કોંગ્રેસના મનીષાબેન સોહલીયા રાસમાં જોડાયા. આયોજન ગામના પિતૃઓના મોક્ષાર્થે, શાંતિ માટે અને કલ્યાણ માટે કરવામાં આવ્યું છે.
વડેરામાં શિવ મહાપુરાણ કથા શરૂ: પોથીયાત્રામાં BJP-Congress ઉમેદવારો પણ જોડાયા.
જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપોનું અમિત ઠાકરનું નિવેદન.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમિત ઠાકરે જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપવા કહ્યું. સરખેજ વોર્ડમાં મહિલા રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ અને AIMIM પર પ્રહાર કર્યા, જુહાપુરાને ચંડોળા બનાવવા માટે જવાબદાર ગણાવ્યા. તેમણે લઘુમતી મતદારોને સુવિધાઓ આપવાની વાત કરી અને પાલડીમાં કોંગ્રેસ દ્વારા લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે અશાંત ધારાનો ઉલ્લેખ કર્યો.
જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપોનું અમિત ઠાકરનું નિવેદન.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
પશ્ચિમ બંગાળમાં PM નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં કાફલો રોકી ઝાલમુરીનો આનંદ માણ્યો. PMએ ઝાલમુરીવાળા સાથે વાતચીતમાં ભાવ પૂછ્યા અને પૈસા આપ્યા. દુકાનદારે ડુંગળી બાબતે પૂછતાં PM Modiએ કહ્યું, "હું ડુંગળી ખાઉં છું, પણ મગજ ખાતો નથી". તેમણે મીઠું નાખવાની પણ ના પાડી કારણ કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર મીઠું ટાળે છે.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
મેઘરજમાં કોંગ્રેસને ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા.
ગુજરાતમાં ચૂંટણી વચ્ચે અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસને ફટકો પડ્યો. પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. Kanubhai Patelની હાજરીમાં કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો. ભાજપના આગેવાનો હાજર રહ્યા. કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા રાજકારણમાં ગરમાવો, કાર્યકરો ભાજપની નીતિથી પ્રભાવિત થયા. 25થી વધુ કાર્યકરોનો પક્ષ પલટો કોંગ્રેસ માટે કપરો સાબિત થઈ શકે.
મેઘરજમાં કોંગ્રેસને ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા.
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો.
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ EDની અરજી પર સુનાવણી કરશે. EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે, જેણે EDની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત આરોપીઓને નોટિસ પાઠવી છે. EDએ ગાંધી પરિવાર પર AJLની સંપત્તિઓ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રાયલ કોર્ટે કહ્યું EDએ પ્રક્રિયા ઉલટાવી. રાહુલ ગાંધીની 50 કલાક સુધી પૂછપરછ થઈ હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો.
દિલ્હીના નેતાઓ વિના ગુજરાત ભાજપની કસોટી!
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી છે. રાષ્ટ્રીય નેતાઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ગુજરાતની જવાબદારી પ્રદેશ નેતાઓના ખભે છે. PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ મતદાન માટે આવી શકે છે. કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે.
દિલ્હીના નેતાઓ વિના ગુજરાત ભાજપની કસોટી!
ગુજરાત ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતાથી નેતાઓના હોશ ઉડ્યાં, શું મતદાન ઘટશે?
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નજીક છે, પણ પ્રચારમાં નિરસતા છે. રવિવારે પણ માહોલ જામ્યો નહિ. કાર્યાલયો ખાલીખમ છે અને મતદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસ નથી. આથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછું મતદાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાત ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતાથી નેતાઓના હોશ ઉડ્યાં, શું મતદાન ઘટશે?
નહેરુ મુસ્લિમ હતા; ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદાસ્પદ નિવેદન.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચૂંટણી ટાણે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પંડિત જવાહરલાલ નહેરુને મુસ્લિમ ગણાવી વિવાદ સર્જ્યો. સુપેડી ગામમાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હરિ પટેલે ગાંધી પરિવાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમના આ નિવેદનથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે અને સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. આ ઘટનાનો વિડીયો viral થયો છે.
નહેરુ મુસ્લિમ હતા; ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદાસ્પદ નિવેદન.
પાટણ ચૂંટણી: કિરીટ પટેલે ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ખાતરી આપી.
પાટણ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય કિરીટ પટેલે વોર્ડ નંબર ૫ ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાંચ વર્ષના શાસનથી કંટાળેલી જનતા પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ પોતાના કાર્યકાળમાં થયેલા ૩,૦૦૦ કરોડના વિકાસકામોનો ઉલ્લેખ કરી ભ્રષ્ટાચારમુક્ત વહીવટનો પડકાર ફેંક્યો હતો. તેમણે વધતી મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી મતદારોને આગામી ચૂંટણીમાં સમજી-વિચારીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાકલ કરી હતી.
પાટણ ચૂંટણી: કિરીટ પટેલે ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ખાતરી આપી.
મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C
દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં મે મહિના પહેલા જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પારો ૪૫°C એ પહોંચતા હવામાન વિભાગે અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશામાં ગરમીને કારણે શાળાઓ બંધ કરાઈ છે, જ્યારે ઝારખંડમાં પ્રાણીઓના રક્ષણ માટે કુલર લગાવાયા છે. બીજી તરફ, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થયા છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રી વધારાની શક્યતા છે.
મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C
AAPના હવાલા કૌભાંડના નાણાં ગુજરાતને બદનામ કરવા વપરાતા: DyCM હર્ષ સંઘવી.
સુરતમાં AAP માટે દિલ્હીથી હવાલા દ્વારા બ્લેક ફંડિંગ આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. DyCM હર્ષ સંઘવીએ AAP પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ નાણાંથી નાની YouTube ચેનલો દ્વારા ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર હતું. વિપક્ષ મહિલાઓના હક છીનવવા પ્રયત્ન કરે છે, જ્યારે મોદી સરકારે નારી વંદન અધિનિયમ લાવ્યું.
AAPના હવાલા કૌભાંડના નાણાં ગુજરાતને બદનામ કરવા વપરાતા: DyCM હર્ષ સંઘવી.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટેના ૯૮ ઉમેદવારોના સોગંદનામામાં ઉંમર, શિક્ષણ અને સંપત્તિના આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે. ૨૩ વર્ષના યુવાનથી લઈ ૬૯ વર્ષના અનુભવીઓ મેદાનમાં છે, જેમાં ૩૮ ઉમેદવારો નિરક્ષર છે, જ્યારે કેટલાક ઉચ્ચ શૈક્ષણિક પદવી ધરાવે છે. આર્થિક રીતે બે કરોડથી વધુની મિલકત ધરાવતા ધનિકો સામે માત્ર ૫૦૦૦ રૂપિયા ધરાવતા ઉમેદવાર પણ છે. ખાસ વાત એ છે કે, ૪૮ મહિલા ઉમેદવારોમાંથી કોઈની સામે ગુનાહિત કેસ નથી, જ્યારે એક પુરુષ ઉમેદવાર પર ૬ કેસ નોંધાયેલા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !
દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચે આધુનિક Library બનશે.
દાહોદના બિરસામુંડા ભવનમાં આદિવાસી યુવાનો માટે ₹20 લાખના ખર્ચે આધુનિક Library કમ રીડિંગ રૂમ બનશે. 19 એપ્રિલે શુભારંભ કરાયો. આ Libraryમાં 60-70 યુવાનો સરકારી નોકરી મેળવી ચૂક્યા છે, અને 70 વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરે છે. વધતી સંખ્યાને પહોંચી વળવા આધુનિક સુવિધા વિકસાવાશે. સમાજના અગ્રણીઓએ ₹3 લાખનું યોગદાન આપ્યું છે, જેમાં રૂપેશભાઈ ગરોડે ₹1,11,111નું યોગદાન આપ્યું.
દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચે આધુનિક Library બનશે.
ગુજરાતના ચૂંટણીના રણમેદાનમાં વિકાસના મુદ્દાઓ ગૌણ બન્યા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય વાકયુદ્ધ તેજ બન્યું છે. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપ પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો, જ્યારે પૂર્વ સાંસદ હરિ પટેલના જવાહરલાલ નહેરુ અંગેના વિવાદિત નિવેદનથી ઘમાસાણ મચ્યું છે. બીજી તરફ, ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં 'પેરાશૂટ ઉમેદવારો' અને પૂર્વ કોર્પોરેટરો સામે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. આ હોબાળા વચ્ચે કોંગ્રેસે 'વિઝન ડોક્યુમેન્ટ' સાથે પરિવર્તનનો સંકલ્પ કર્યો છે, પરંતુ રાષ્ટ્રીય મુદ્દાઓ વચ્ચે સ્થાનિક સમસ્યાઓ ગૌણ બની રહી હોય તેમ જણાય છે.
ગુજરાતના ચૂંટણીના રણમેદાનમાં વિકાસના મુદ્દાઓ ગૌણ બન્યા.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા HIGH COMMISSIONER.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા HIGH COMMISSIONER બન્યા. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે. દિનેશ ત્રિવેદીનો પરિવાર કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેઓ ભૂતકાળમાં કેન્દ્રીય રેલ મંત્રી રહી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય ફેરફારો પછી તેમની નિમણૂક મહત્વપૂર્ણ છે. તેઓ 2009 થી 2019 સુધી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બનાવવા માંગતા હતા. આ નિમણૂક રાજકીય અને રાજદ્વારી રીતે મહત્વની છે.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા HIGH COMMISSIONER.
મુસ્લિમ અગ્રણીઓની NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત.
ભારતના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ NSA અજીત ડોભાલ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. જેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. કચ્છના અગ્રણીની હાજરીથી સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. અજીત ડોભાલે ભારતની એકતા પર ભાર મૂક્યો અને દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજના યોગદાનને બિરદાવ્યું. હાજી જુમ્મા રાયમાની આ મુલાકાત અનેક ચર્ચાઓ ઊભી કરે છે.
મુસ્લિમ અગ્રણીઓની NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત.
માંડવી નગરપાલિકા ચૂંટણી આવતા, પાલિકા દ્વારા વિકાસ કામો પૂરજોશમાં શરૂ.
માંડવી નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરના આઠ વોર્ડમાં વિકાસના કામો શરૂ થયા. વર્ષોથી અટકેલા કામો ચૂંટણી પ્રચાર સાથે રાતોરાત પૂરા કરવામાં આવ્યા. લોકો જમ્પરની માંગણી કરી રહ્યા હતા, પરંતુ એકની જગ્યાએ ત્રણ જમ્પર બનાવી દેવાયા. આ પ્રકારની ચૂંટણીપૂર્વ વિકાસ ગાથા માત્ર એક જ વોર્ડમાં નહીં, પરંતુ આઠ વોર્ડમાં જોવા મળી રહી છે. જનતા ચૂંટણી સમયે જ 108ની સ્પીડમાં યાદ કરનારાઓથી વાકેફ છે.
માંડવી નગરપાલિકા ચૂંટણી આવતા, પાલિકા દ્વારા વિકાસ કામો પૂરજોશમાં શરૂ.
AAP નું ફંડિંગ અને હવાલા કૌભાંડ જાહેર.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં AAP ના દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે હવાલા કાંડનો પર્દાફાશ થયો. આંગડિયા મારફતે રૂ. 1.25 કરોડનું ફંડ મોકલાયું. ક્રાઇમ બ્રાંચે આકાશ મિશ્રાને પકડ્યો; દિલ્હીના હિમાંશુ પાહુજાએ રૂપિયા મોકલ્યા. આ ફંડનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થતો હોવાની આશંકા છે. Himanshu પહેલા કોંગ્રેસમાં હતો અને હાલમાં AAP ના નેતા ભારદ્વાજનો અંગત છે. Income tax વિભાગ પણ તપાસમાં જોડાયો. CCTV footage પણ વાયરલ થયા છે.
AAP નું ફંડિંગ અને હવાલા કૌભાંડ જાહેર.
વડોદરાના નગરસેવકો કામ ન કરે તો રાજીનામું લેવાની ચીમકી.
સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્યએ જીતેલા નગરસેવકોને કામ ન કરે તો રાજીનામું લેવાની ચીમકી આપી. તેમણે લોકોના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી અને સરકારી સહાય ન મળે તો પોતાની રીતે મદદ કરવાનું વચન આપ્યું. પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ વાત કરી. કેતન ઇનામદારે સ્પર્ધાનું મહત્વ સમજાવ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા, તેમજ સાવલીમાં હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો.
વડોદરાના નગરસેવકો કામ ન કરે તો રાજીનામું લેવાની ચીમકી.
વડોદરા સંખેડામાં તા.પં., જિ.પં. ચૂંટણી માટે 128 બૂથ તૈયાર કરાયા.
સંખેડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 128 બૂથ ઊભા કરાશે. EVM મશીન સીલીંગની કામગીરી હાથ ધરાઈ હતી અને ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે, જેનાથી ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
વડોદરા સંખેડામાં તા.પં., જિ.પં. ચૂંટણી માટે 128 બૂથ તૈયાર કરાયા.
ડભોઇમાં ઉમેદવારો પાસેથી સમસ્યાના ઉકેલની લેખિત બાંહેધરી લેવાઈ. આ વખતે મતદારોનો મિજાજ બદલાયો.
ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં, આયુષ સોસાયટીના રહીશો ડ્રેનેજની સમસ્યાથી પરેશાન છે. તેઓએ ઉમેદવારો પાસેથી લેખિતમાં સમસ્યાનું સમાધાન કરવાની બાંહેધરી લીધી છે. રહીશો વર્ષોથી BJPના સમર્થક હોવા છતાં સમસ્યા અકબંધ રહેતા આ વખતે લેખિતમાં બાંહેધરી પત્રક લેવું પડ્યું છે. તેઓએ વોટને INVESTMENT ગણાવ્યો છે. પ્રમુખ દ્વારા લેટર હેડ ઉપર બાંહેધરી આપવી જોઈએ.
ડભોઇમાં ઉમેદવારો પાસેથી સમસ્યાના ઉકેલની લેખિત બાંહેધરી લેવાઈ. આ વખતે મતદારોનો મિજાજ બદલાયો.
રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક
પાલિતાણાની લુવારવાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા માટે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના શ્લોક પારાયણનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. શાળાના શિક્ષકોના સહયોગથી બાળકો દરરોજ એક શ્લોક અને તેનો ભાવાર્થ શીખીને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરે છે. અત્યાર સુધી ૨૮૦ શ્લોક પૂર્ણ થયા છે અને કુલ ૭૦૦ શ્લોકનો લક્ષ્યાંક છે. રાજ્ય સરકારના ગીતા શિક્ષણના અભિગમ સાથે સુસંગત આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ કેળવવાની સાથે નૈતિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવી રહ્યું છે.
રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક
પાદરા પાલિકા વૉર્ડ નં.6માં ભાજપની પેનલ બિનહરીફ થતાં ખાતું ખૂલ્યું.
પાદરા નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.6માં ભાજપની પેનલ બિનહરીફ થતાં વિજય વિશ્વાસ યાત્રા યોજાઈ. જેમાં વિજેતા ઉમેદવારોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા. ફટાકડા ફોડવામાં આવ્યા અને ડી.જે.ના તાલે કાર્યકરો ઝૂમ્યા. સંતોષભાઈ પટેલ, સંકેતભાઈ પટેલ, નિશાબેન પરેશ ગાંધી, સુમિત્રા પરમાર અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. યાત્રા અંબાજી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં વેપારીઓ અને નાગરિકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું.
પાદરા પાલિકા વૉર્ડ નં.6માં ભાજપની પેનલ બિનહરીફ થતાં ખાતું ખૂલ્યું.
ભરૂચમાં પરવાનગી વિના સભા કરનાર Congress ઉમેદવારો સામે ફરિયાદ.
ભરૂચમાં Congressના ઉમેદવારોએ પરવાનગી વિના જાહેર સભા યોજી જાહેરનામાનો ભંગ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ચૂંટણી વિભાગે આ અંગે કાર્યવાહી કરી છે. ઉમેદવારોએ રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડ્યા હતા અને ચૂંટણી વિભાગને જાણ કરી ન હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, પોલીસે કાર્યવાહી હાથ ધરી.