મોરબીમાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિન ઉજવાયો: 8 BEST શિક્ષકો અને 25 ટેલેન્ટેડ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
મોરબીમાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિન ઉજવાયો: 8 BEST શિક્ષકો અને 25 ટેલેન્ટેડ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
Published on: 05th September, 2025

મોરબીની નવયુગ સ્કૂલમાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિન ઉજવાયો. જેમાં 8 BEST શિક્ષકો અને 25 ટેલેન્ટેડ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખે શિક્ષકોની મહત્વતા જણાવી અને ટંકારાના ધારાસભ્યએ મોરબીને વિદ્યાનગરી ગણાવી. કલેક્ટરે આદર્શ સમાજના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકાને મહત્વની ગણાવી. આ પ્રસંગે અનેક શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા.