હિંમતનગરમાં શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન: જિલ્લા-તાલુકાના 6 શિક્ષકો અને 15 વિદ્યાર્થીઓ સન્માનિત થયા.
હિંમતનગરમાં શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન: જિલ્લા-તાલુકાના 6 શિક્ષકો અને 15 વિદ્યાર્થીઓ સન્માનિત થયા.
Published on: 05th September, 2025

હિંમતનગરમાં શિક્ષક દિને ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો. જેમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા અધ્યક્ષ રહ્યા. ઇડર ડાયટ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના 4 અને તાલુકાના 2 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. GCMSના 7 વિદ્યાર્થીઓ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 8 વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.