મોરબીમાં દીકરીના જન્મદિવસે 11,111 રોટલા ગૌમાતાને ખવડાવી અનોખી ઉજવણી.
મોરબીમાં દીકરીના જન્મદિવસે 11,111 રોટલા ગૌમાતાને ખવડાવી અનોખી ઉજવણી.
Published on: 17th February, 2026

મોરબીના પરિવારે દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી. રૂઢિવાદી માનસિકતાને દૂર કરી, પુત્રીના પ્રથમ જન્મદિવસે 11,111 રોટલા બનાવી ગૌમાતાને ખવડાવ્યા. પરિવારે પુત્રીના જન્મના વધામણાં કર્યા અને દિકરી સવાઈ હોવાનો દાખલો બેસાડ્યો. ગૌસેવા થકી જન્મદિવસ ઉજવી સમાજને પ્રેરણા આપી.