અમદાવાદમાં GT vs RCB: બીજી ટાઇટલ જીતવા બંને ટીમો વચ્ચે રસાકસીનો જંગ
અમદાવાદમાં GT vs RCB: બીજી ટાઇટલ જીતવા બંને ટીમો વચ્ચે રસાકસીનો જંગ
Published on: 31st May, 2026

IPL 2026ની ફાઈનલમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે અમદાવાદમાં જંગ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચમાં બંને ટીમો બીજી વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. બેંગલુરુએ ગત સિઝનમાં પ્રથમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે ગુજરાત 2022માં જ ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં પ્રિન્સ ગિલ અને કિંગ કોહલી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.