આજે ધોની ચેન્નઈ માટે રમી શકે છે, MI માટે રોહિત શર્માનું કમબેક અને 'એલ-ક્લાસિકો' મેચ રમાશે.
આજે ધોની ચેન્નઈ માટે રમી શકે છે, MI માટે રોહિત શર્માનું કમબેક અને 'એલ-ક્લાસિકો' મેચ રમાશે.
Published on: 23rd April, 2026

આજે IPLમાં મુંબઈમાં MI અને CSK વચ્ચે 'એલ-ક્લાસિકો' મેચ રમાશે. ધોનીની વાપસીની શક્યતા છે, જ્યારે રોહિત શર્મા પણ કમબેક કરી શકે છે. બંને ટીમોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી MI અને CSK વચ્ચે 41 મેચ રમાઈ છે, જેમાં MI 22 મેચ જીત્યું છે. આ સીઝનમાં વાનખેડેમાં ચોથી મેચ છે, જે બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. મુંબઈમાં આજે ગરમી રહેશે.