74 છગ્ગા, 64 ચોગ્ગા અને 1000 રન.... ટિમ ડેવિડે રચ્યો ઈતિહાસ!
74 છગ્ગા, 64 ચોગ્ગા અને 1000 રન.... ટિમ ડેવિડે રચ્યો ઈતિહાસ!
Published on: 18th April, 2026

IPLમાં સૌથી વધુ રન બનાવવામાં સૌથી વધુ છગ્ગા અને સૌથી વધુ ચોગ્ગા ફટકારવામાં દિગ્ગજ ભારતીય બેટર સૌથી આગળ છે. જો કે, સૌથી ઝડપી ગતિએ રન બનાવવાની વાત આવે ત્યારે સૌથી પાવરફૂલ ખેલાડીઓની લિસ્ટમાં હવે ટિમ ડેવિડનો પણ સમાવેશ થાય છે. ડેવિડે 74 છગ્ગા અને 64 ચોગ્ગા ફટકારી 1000 રન કરીને ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાના બેટર ટિમ ડેવિડે IPL કરિયરમાં 1000 રન પૂરા કરી લીધા છે. આમ આટલા રન કરનાર તે બીજો સૌથી ફાસ્ટ બેટર છે. તેણે બેંગલુરુ અને દિલ્હીની મેચમાં કમાલ કરી હતી.