પોરબંદરમાં IPL સટ્ટાકાંડ.
પોરબંદરમાં IPL સટ્ટાકાંડ.
Published on: 19th April, 2026

પોરબંદર SOGએ IPL મેચ પર સટ્ટો રમતા એકને પકડ્યો, એક ફરાર છે. પોલીસે મોબાઈલ જપ્ત કર્યો. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ SOG ટીમને બાતમી મળી હતી કે કનકાઈ માતાના મંદિર પાસે એક શખ્સ RCB અને DC વચ્ચેની મેચ પર સટ્ટો રમી રહ્યો છે. પોલીસે અનિલ મઢવીને પકડ્યો, જેઠાભાઈ મોઢવાડિયા ફરાર છે.