ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
Published on: 23rd April, 2026

IPL 2026માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. જોકે, આ મહત્ત્વની મેચ શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. અહેવાલો અનુસાર, મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવી છેલ્લા એક વર્ષથી મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે, લાંબી સારવાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.