વડોદરાના છાણી VMC ક્વાટર્સમાં સળગતો સિલિન્ડર ફેંકતા અફરાતફરી
વડોદરાના છાણી VMC ક્વાટર્સમાં સળગતો સિલિન્ડર ફેંકતા અફરાતફરી
Published on: 24th September, 2026

છાણીમાં VMC ક્વાટર્સમાં ગઇ રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીક થતાં મહિલાએ તેને દાદરમાં ફેંક્યો. સિલિન્ડરમાં આગ લાગતાં ફ્લેટમાં અફરાતફરી મચી ગઇ. જીવ બચાવવા બે લોકો પહેલા માળેથી કૂદી પડ્યા. આગ બીજા માળ સુધી ફેલાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની મદદથી અન્ય બે ફ્લેટમાંથી ચાર લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.